સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં ચાર આરોપીઓને પાસા
ઉત્તરાયણ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૃની ૬૧૬ બોટલ સાથે પકડયા હતા
વડોદરા, ઉત્તરાયણ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડી દારૃની ૬૧૬ બોટલ કબજે કરી નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.જામીન પર છૂટેલા ચારેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે તરસાલી ગામ ચોરાવાળા ફળિયામાં વિદેશી દારૃનો ધંધો કરતા નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર અવધેશ પ્રેમનારાયણ ચતુર્વેેદીને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત તરસાલી ગામ ચોરાવાળા ફળિયામાં રહેતો વિજયસિંહ ચિમનભાઇ રાજપૂત, ઇન્દ્રસિંહ ઉર્ફે ટીકો રમેશસિંહ રાજપૂત તથા તરસાલી વુડાના મકાનમાં રહેતો અશોક ડાહ્યાભાઇ વાદી પકડાઇ ગયા હતા. પોલીસે મકાનમાંથી દારૃની ૬૧૬ બોટલ કિંમત રૃપિયા ૧.૦૮ લાખની કબજે કરી હતી. આ ઉપરાંત પાંચ વાહનો, ચાર મોબાઇલ ફોન, દારૃ વેચાણના રોકડા ૧.૩૮ લાખ મળી કુલ રૃપિયા ૮.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલ દ્વારા આ ચારેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
જ્યારે આજવા રોડની નવજીવન સોસાયટીમાં ધાડ પાડવાના ગુનામાં સામેલ ત્રણ આરોપી (૧) મલિન્દરસીંગ રાજુસીંગ બાવરી (૨) તન્મય રવિકાંત જાદવ તથા (૩) સન્નીસીંગ દિલીપસીંગ ની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.