ગેરકાયદે નાણાં ધિરનાર ચાર આરોપીઓને પાસા
દારૃ અને મારામારીના ગુનામાં બે આરોપીની પાસા હેઠળ અટકાયત
વડોદરા,નાણાં ધિરધાર, પ્રોહિબીશન અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અલગ - અલગ જેલમાં મોકલી આપ્યા છે.
વિદેશી દારૃના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશ કનિજા (રહે. સાંઇધામ સોસાયટી, મકરપુરા) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકીના કેસમાં પોલીસે આરોપી કિરપાલસિંગ ગુરૃમુખસિંગ સિકલીગર (રહે. એકતા નગર, આજવા રોડ)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. નાણાં ધિરધારનું લાયસન્સ નહીં હોવાછતાંય વ્યાજે રૃપિયા આપવાના ગુનામાં સંડોવાયેલા (૧) ઘનશ્યામ પ્રભાકરભાઇ ફૂલબાજે (રહે. કલ્યાણ નગર, આજવા રોડ) (૨) ક્રિષ્ણા ભીખાભાઇ કહાર (રહે. કહાર મહોલ્લો, ફતેપુરા ચાર રસ્તા) (૩) સન્ની કમલેશભાઇ ધોબી (રહે. ચિત્તેખાનની ગલી, ગેંડીગેટ રોડ,માંડવી) તથા (૪) કિરણ રમેશભાઇ માછી (રહે. નાગરવાડા) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત તથા અમદાવાદ જેલમાં મોકલી આપ્યા છે.