વડોદરાની ભાજપે કબજે કરી, 24 માંથી 19 બેઠક પર વિજય, હજી ચાર બેઠકોની ગણતરી બાકી
Vadodara By Elections : વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના પ્રથમ તબક્કાના પરિણામો જોતા ભાજપે કબજે કરી છે.
કરજણ નગરપાલિકાની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 72.37 ટકા મતદાન થયું હતું. આજે મતગણતરીની શરૂઆત બાદ વડોદરાની 24 માંથી 19 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે અને ચાર બેઠકોની ગણતરી હજુ બાકી છે.
આ વોર્ડમાં ભાજપમાંથી બળવો કરનાર પૂર્વ કારોબારી ચેરમેન વનરાજસિંહ તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ મનુભાઈ વસાવાનો પરાજય થયો છે. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં એક બળવાખોરની જીત થઈ છે.