ધોરાજીના પૂર્વ જીઆરડી કર્મચારીને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની જેલ સજા
- પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતો આરોપી ઘેન ની દવા દઈ દુષ્કર્મ આચરતો
- દૂષ્કર્મની ફરિયાદ બાદ સગીરાના પિતા, ફઈબા, પરિવારજનો સાથે મારામારી કરી હતી
ધોરાજી : ધોરાજી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા પૂર્વ જીઆરડી કોન્સ્ટેબલ આરોપી ભરત મગનભાઈ શેખવા ને દૂષ્કર્મના આરોપમાં અદાલતે તકસીરવાન ઠરાવી વીસ વર્ષની જેલ સજા ફટકારી છે.
બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા સમક્ષ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરી સાથે જીઆરડી જવાન ભરત મગન ભાઈ શેખવા એ દુષ્કર્મ આચરેલ છે.અગાઉ તા. ૨૯ -૩ -૨૦૨૧ ના આરોપીએ વાડીએ આવી ભોગ બનનારને બદકામની માંગણી કરી હતી, તે અંગે ફરિયાદ થતાં ભોગ બનનારના પિતા ,ફઈબા અને આરોપી ના પરિવારજનો સાથે મારામારી થયેલી હતી. જેની તપાસ પણ ઉપરોકત અધિકારીએ જ કરી ચાર્જશીટ કરેલું હતું.
આ ચાર્જસીટ માં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારી સહિત તથા તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના ચાર્જ દાખલ કરાયો હતો.જે ટ્રાયલ ધોરાજી કોર્ટમાં ચાલી જતા અદાલતે ભોગ બનનાર,તેની માતાની જુબાની અને અન્ય સાહેદોના સાયન્ટિફિક એપ્રોચ થી થયેલી તપાસ ને ધ્યાને લઈ આરોપીને ગુનેગાર ઠરાવેલ હતા. ભોગ બનનારે અદાલત સમક્ષ જુબાનીમાં જણાવેલ હતું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો અને ઘરના બધા લોકોના જમવામાં તે ગોળી ભેળવવાનું કહેતો હતો. ત્યારબાદ તે આવી અને ધરારીથી ભોગ બનનાર સાથે દુષ્કમ આચરતો હતો. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાતકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે આરોપી પોતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય તે વગનો સતાનો પણ દૂર ઉપયોગ કરેલો હોય, આ તમામ પુરાવા અને સંજોગોને