Get The App

ભાજપના સભ્યપદ અભિયાનમાં વધુ એક ભોપાળું, કોંગ્રેસના મોટા નેતાને સભ્ય બનાવ્યાનો મેસેજ આવ્યો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
bjp


Membar of Conress has been made BJP Member: ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે આ સદસ્યતા અભિયાનમાં મહેસાણા જિલ્લા ઊંઝાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરને ખોટી રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવતા આવ્યા હતા. જેનો તેમના મોબાઈલ ફોનમાં મેસેજ આવતાં ખુલાસો કરી જાહેર કર્યુ છે. ઊંઝાના પ્રદેશ ભાજપ પ્રમુખને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત

મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, 'હાલમાં ભારતીય જનતા પક્ષ તરફથી સદસ્યતા અભ્યાન ચાલી રહ્યું છે. તે અનુસંધાને 1 ઓક્ટોબર  2024, મંગળવારે રાત્રે 10:05 કલાકે મને મારા મોબાઈલ નંબર પર ભાજપના કાર્યકર પટેલ દશરથભાઈ ચિમનભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે મને જણાવ્યું હતું કે મારે કોંગ્રેસનું સભ્ય બનવું છે તો તમે મને થોડી મદદ કરશો. નટુજી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. તો તમો મને તે ઓટીપી તુરંત જ આપી દેજો.' 

નટુજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે મે મારા મોબાઈલમાં આવેલો વેરીફિકેશન કોડ નંબર આપ્યો. મને મારા મોબાઈલમાં મેસેજ ચકાસવા જણાવ્યું હતું. આથી મને ખબર પડી કે મને ભાજપનો સબ્ય બનાવી દેવામાં આવ્યો છે.' 

આથી મેં તુરંત દશરથભાઈને ફોન કરી ને કહ્યું કે, 'આવી છેતરપિંડી કરી અમોને બદનામ કરી, અમારી ઈચ્છા વિરુદ્ધ તમો અમોને સભ્ય બનવવા નીકળ્યા છો. તો તમને લાજ શરમ આવતી નથી?, આવી ચીટીંગ કરીને સભ્ય ન બનાવો. જો સભ્ય બનાવવા હોય તો કોઈનું દીલ જીતીને સભ્ય બનાવો. તેવું જણાવતા તેમને તરત જ ફોન કટ કરી દીધો હતો.'

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ ગરબામાં બબાલ! બે રાઉન્ડ ફાયરિંગ, કાયદો વ્યવસ્થાની મજાક બની

સદસ્યતા રદ્દ કરવાની ફરિયાદ 

આ મામલે તેમની સદસ્યતા ભારતીય જનતા પક્ષમાંથી ટેકનીકલ રીતે રદ્દ કરવા આ ફરિયાદ કરી છે અને જો સદસ્યતા રદ્દ નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવા ચિમકી ઉચ્ચારી હતી.

ભાજપના સભ્યપદ અભિયાનમાં વધુ એક ભોપાળું, કોંગ્રેસના મોટા નેતાને સભ્ય બનાવ્યાનો મેસેજ આવ્યો 2 - image


Google NewsGoogle News