જોઈતા પટેલને હવે નથી 'જોઈતી' કોંગ્રેસ! ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ પાર્ટીના તમામ પદેથી આપ્યું રાજીનામું

જોઇતા પટેલ ધાનેરા બેઠક પરથી જ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
જોઈતા પટેલને હવે નથી 'જોઈતી' કોંગ્રેસ! ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ પાર્ટીના તમામ પદેથી આપ્યું રાજીનામું 1 - image
Image:Instagram

Joita Patel Resignation : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલી અને ટેન્શન સતત વધતાં જઈ રહ્યાં છે. ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂકેલાં જોઈતા પટેલે આખરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી દીધી. આ સાથે કોંગ્રેસ માટે આ વધુ એક ઝટકો મનાઈ રહ્યો છે. એક પછી એક સભ્યો અને દિગ્ગજ નેતાઓ દ્વારા પાર્ટી છોડવામાં આવતા કોંગ્રેસની મુશ્કેલી સતત વધી રહી છે.

ત્રણ વખત ધાનેરાથી રહી ચૂક્યા છે ધારાસભ્ય

ઉલ્લેખનીય છે કે જોઇતા પટેલ ધાનેરા બેઠક પરથી જ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે તેમણે કેમ રાજીનામું આપ્યું છે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. એવી પણ શક્યતા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. હાલમાં એવા ઘણાં કોંગ્રેસી નેતાઓ હતા જેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

જોઈતા પટેલને હવે નથી 'જોઈતી' કોંગ્રેસ! ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ પાર્ટીના તમામ પદેથી આપ્યું રાજીનામું 2 - image


Google NewsGoogle News