અમેરિકા ફરવા ગયેલા વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરનું હાર્ટ એટેકથી નિધન, શોકમય બન્યો માહોલ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
chirag-zaveri


Gujarat Congress Leader passed away due to heart attack : કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાયો છે. દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થતાં ભૂતકાળમાં વેક્સિન પર પણ સવાલો ઉઠ્યા હતા. ક્યારેક જીમમાં કસરત કરતી વખતે તો ક્યારે ક્રિકેટ રમતી તો ક્યારેક ડાન્સ કરતાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  ગુજરાતમાં દરરોજ 223 વ્યક્તિ અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર પરિવાર સાથે અમેરિકા ફરવા ગયેલા ગુજરાતના 66 વર્ષીય કોંગ્રેસી નેતાનું હાર્ટ એટેકના નિધન થયું છે. જેના લીધે પરિવાર ઓચિંતિ આફતનો પહાડ તૂટી પડ્યો છે.  આમ અચાનક નિધન થતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું છે. તેઓ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે અચાનક હાર્ટ બંધ જવાથી તેમનું નિધન થયું છે. પરિવાર અને મિત્રો ફરવા અમેરિકા ફરવા ગયેલા ચિરાગ ઝવેરી રાત્રે સૂઇ ગયા બાદ સવારે ઉઠ્યા જ ન હતા. જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જેના લીધે સમગ્ર માહોલ શોકમગ્ન બની ગયો છે. તેમના અચાનક નિધનથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.  આ ઘટનાના સમાચાર મળતાં વડોદરાના રાજકીય વર્તુળ પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર માહોલ શોકમય બની ગયો છે. 

છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થયો વધારો

ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો

આ અંગે ઈમરજન્સ સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2023ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં 2024માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન 2023માં 33936 જ્યારે જાન્યુઆરી થી જૂન 2024 માં 40047 કેસ નોંધાયા છે. આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 7175 જ્યારે એપ્રિલમાં 5907 કેસ નોંધાયેલા છે.


Google NewsGoogle News