Get The App

'ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રનું ઓરમાયું વર્તન, લોકોને અન્યાય..', ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકારને ઘેરી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Former BJP Minister Jawahar Chavda


Jawahar Chavda Wrote A Letter To Mansukh Mandaviya: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર સરકારથી નારાજ થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રીને ટોલ ટેક્સ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે એવો ટોણો માર્યો કે, 'ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકો અન્યાય સહન કરી રહ્યા છે. ટોલ ટેક્સ બચાવવા માટે હું મારી કાર પર પૂર્વ મંત્રી લખતો નથી. હું તમામ ટોલ ટેક્સ પર ટેક્સ ભરૂં છું.'

ભાજપના પૂર્વ મંત્રી જ કેન્દ્ર સરકારથી નારાજ

જુનાગઢ-પોરબંદર વિસ્તારમાં ટોલ ટેક્સને લઈને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે કે, 'તાલુકા, જિલ્લા મથકોએ રજૂઆત કરવા જનારા લોકોને અસહ્ય ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ કારણોસર આવિસ્તારના પ્રાણપ્રશ્નોથી તમે અજાણ હશો તે સ્વભાવિક છે. પોરબંદરથી કોઈ વ્યક્તિ ગાંધીનગર રજૂઆત કરવા જાય તો 290 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઈ અરજદાર વેરાવળથી ગાંધીનગર જાય 305 રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે જે ખરેખર અન્યાયકર્તા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો


જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરતાં પત્રમાં ઉલ્લેખ કર્યો કે, 'જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોએ ટોલ ટેક્સનો માર સહન કરવો પડતો નથી. પરંતુ જુનાગઢ-પોરબંદરના મતદારોએ ટોલ ટેક્સનો અન્યાય સહન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યુ છે. ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

'ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રનું ઓરમાયું વર્તન, લોકોને અન્યાય..', ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકારને ઘેરી 2 - image



Google NewsGoogle News