Get The App

ભાજપના પૂર્વ કૉર્પોરેટરના પુત્ર તપન હત્યા કેસ: આરોપી સોએબના વચગાળાના જામીન નામંજૂર

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ભાજપના પૂર્વ કૉર્પોરેટરના પુત્ર તપન હત્યા કેસ: આરોપી સોએબના વચગાળાના જામીન નામંજૂર 1 - image
Image: Freepik


Tapan Murder Case : ભાજપના પૂર્વ કૉર્પોરેટરના પુત્રની પોલીસની હાજરી છતાં સયાજી હૉસ્પિટલમાં થયેલી કરપીણ હત્યાના બનાવમાં કારેલીબાગ પોલીસે સૂત્રધાર બાબર પઠાણ સહિત છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. અદાલતથી કાર્યવાહી બાદ જેલમાં ધકેલાયેલા તમામ આરોપીઓ પૈકી આરોપી સોયબ મન્સૂરીએ મેડિકલ ગ્રાઉન્ડ પર માંગેલા વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી. 

ઉલ્લેખનીય છે કે નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે તકરાર થઈ હતી. આ તકરાર વખતે પૂર્વ ભાજપ કૉર્પોરેટરનો પુત્ર તપન રાજા પરમાર બાજુમાં ઊભો હતો. મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ઈજાગ્રસ્ત મિત્રની મદદ માટે તપન પરમાર પણ પહોંચ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બાબર પઠાણે પોલીસ જાપ્તામાંથી છટકીને તપન પરમાર પર તલવારથી હુમલો કરતાં મોડી રાત્રે તપનનું ટૂંકી સારવારમાં મોત થયું હોવાના બનાવ અંગે શહેરભરમાં ભારે હોબાળો મચ્યો હતો.

પોલીસે આ બનાવમાં મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત અન્ય આરોપીઓની સમયાંતરે ધરપકડ કરી હતી. અદાલતી કાર્યવાહી બાદ જેલમાં ધકેલાયેલા તમામ આરોપીઓ પૈકી આરોપી શોએબ નૂર મહંમદ મન્સૂરી (38) (રહે. મહાવત ફળિયા, હાથીખાના, ફતેપુરા)એ અદાલત સમક્ષ મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માંગ્યા હતા. પરંતુ ગુનાની ગંભીરતા અને વચગાળાના જામીન અંગેના ગ્રાઉન્ડ ધ્યાનમાં લઈને અદાલતે આરોપી શોએબ મન્સૂરીના વચગાળાના જામીન નામંજૂર કર્યા હતા.


Google NewsGoogle News