Get The App

વડોદરાના ઝોન-2ના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો રૂ.67 લાખનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
વડોદરાના ઝોન-2ના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો રૂ.67 લાખનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો 1 - image

image : Filephoto

Vadodara : વડોદરાના ઝોન-2 માં આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા રૂપિયા 67 લાખના વિદેશી દારૂનો ચિખોદરા જૂથગ્રામ પંચાયતમાં આવતા ભાલીયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. ડી.સી.પી ઝોન 2, એસ.ડી.એમ તેમજ છ પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં, નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલીયાપુરા ગામના ગોચર માં 67 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિવિધ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન જે દારૂનો જથ્થો ઝડપાયો હોય છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવતી હોય છે ત્યારબાદ ચુનંદા અધિકારીઓની હાજરીમાં તેનો નાશ કરવામાં આવતો હોય છે.


Google NewsGoogle News