દિપકચોક નજીકથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો, બુટલેગર ફરાર
- લોકલ ક્રાઇમ બ્રાન્ચને થાપ આપી બુટલેગર અંધારામાં નાસી છૂટયો
- સ્કૂટર પર કોથળા રાખી શખ્સ દારૂનો વેપલો કરતો હતો,પોલીસે દારૂ, સ્કૂટર મળી રૂ. 68 હજારનો મુદ્દામાલ કબ્જે લીઘો
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન આનંદનગર, દિપકચોક, જાહેર રોડ ઉપર આવતાં હિકકત મળેલ કે, અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડ (રહે. આડોડીયાવાસ, ભાવનગર ) તેના રહેણાંક મકાનની બહાર જાહેર જગ્યામાં એકસેસ સ્કુટર ઉપર ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીનાં આધારે મોદી રાત્રે આડોડીયાવાસ, અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાન પાસે આવતા એક સફેદ કલરના એકક્સેસ સ્કુટર ઉપર બેઠેલ અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.દરમિયાનમાં એકએસ સ્કુટરનાં આગળના ભાગે પ્લાસ્ટીકના કંતાનના કોથળાઓ માંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૧૫૦ બોટલ મળી આવતા પોલીસે એક્સેસ સ્કૂટર ,વિદેશી દારૂ મળી કુલ રૂ.૬૮,૦૭૫ નો મુદ્દામાલ કબ્જે લીઘો હતો.લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાસી છૂટેલા અજય ઉર્ફે ભગત વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.