કપડવંજમાં સતત આઠમાં દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ રહી
- હુસેની લોજ તરફ 8 દબાણો દૂર કરવા અલ્ટિમેટમ
- આઝાદ ચોક ખાતે માર્જીનથી દબાણ હટાવવાનું શરૂ સ્વયંભૂ દૂર કરવા પાલિકાએ સહયોગ આપ્યો
કપડવંજના આઝાદચોક ખાતે જયોતિ ઝેરોક્ષવાળી લાઈનની દુકાનોનું માર્જીનથી દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ દુકાન માર્જીગથી ગેરકાયદે હોવાથી જમીન દોસ્ત કરી નાખી હતી. બાદમાં દુકાનોમાં વધુ નુકસાન ન થાય તેવા આશયથી વિરોધ કર્યા વગર સ્વયંભૂ માર્જીનથી દબાણ હટાવવા દબાણકર્તાઓએ પાલિકા પાસે સહયોગ માંગ્યો હતો. સંધ્યાકાળના કારણે પાલિકાએ સહયોગ આપ્યો હતો. આઝાદ ચોક ખાતે બિસ્કીટ ગલીમાં આવીલી હુસેની લોજ તરફથી આઠ રહેણાંક તેમજ વ્યવસાયિક દબાણો માર્જીનથી દૂર કરવા માટે મંગળવારે પાલિકાએ અલ્ટીમેટમ આપી દીધું હતું. જેના સહિત ગેરકાયદે હોત તે તમામ દબાણો પણ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ રહેશે.