પાંચ જિલ્લાની 3.02 લાખ હેકટર જમીન માટે નહેર મારફત 198 દિવસ પાણી અપાશે
- આ વર્ષે ઉકાઇ ડેમ છલોછલ ભરાતા જુન-24 સુધીમાં સુરત સહિત
- ડાબા-જમણાં કાંઠા નહેરમાંથી પાણી આપવા સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય : નવેમ્બરથી જુન સુધી ચાર રોટેશન નક્કી કરાયા
સુરત
સુરત, નવસારી, તાપી, વલસાડ અને ભરૃચ આ પાંચ જિલ્લાની ૩.૦૨ લાખ હેકટર જમીનમાં વાવેતર શિયાળુ-ઉનાળુ પાક માટે આગામી આઠ મહિના સુધીમાં કેટલુ પાણી ખેતીપાકને આપવુ તે માટે મળેલી બેઠકમાં નવેમ્બરથી જુન સુધીના ચાર રોટેશન નક્કી કરીને ઉકાઇ- કાકરાપારની ડાબા અને જમણા કાંઠાની નહેરમાં વધુમાં વધુ ૧૯૮ દિવસ પાણી આપવાનો નિર્ણય લેવાતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે ઉકાઇ ડેમ છલોછલ ૩૪૫ ફુટ સુધી ભરાયો હોવાથી નવેમ્બર-૨૦૨૩ થી જુન-૨૦૨૪ સુધીના આઠ મહિના દરમ્યાન ઉકાઇની ડાબા અને જમણા કાંઠાની નહેરમાં કેટલા દિવસ પાણી આપવુ અને કેટલા દિવસ બંધ રાખવુ તે નક્કી કરવા માટે સિંચાઇ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠક રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠક દરમ્યાન શિયાળુ પાક માટે ૧.૫૬ લાખ હેકટર અને ઉનાળુ સિઝન માટે ૧.૪૬ લાખ હેકટર મળને કુલ ૩.૦૨ લાખ હેકટર જમીનમાં પાણી આપવા માટે પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથુ રોટેશન નક્કી કરાયુ હતુ.જેને લઇને સિંચાઇ અધિક્ષક ઇજનરે એસ.બી. દેશમુખે જણાવ્યુ હતુ કે જે રોટેશન નક્કી કરાયુ છે.
તે મુજબ કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર ૧૫૪ દિવસ ચાલુ રહેશે અને ૭૩ દિવસ બંધ રહેશે. જયારે કાકરાપાર ડાંબા કાંઠા નહેર ૧૯૮ દિવસ કાર્યરત અને ૯૧ દિવસ બંધ રહેશે. જયારે ઉકાઇ જમણાં કાંઠા નહેર ૧૫૪ દિવસ દિવસ ચાલુ રહેશે. અને ૭૩ દિવસ બંધ રહેશે તો ઉકાઇ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૮૮ દિવસ ચાલુ અને ૬૧ દિવસ બંધ રહેશે. વધુમાં ડિસેમ્બર-૨૩ થી જાન્યુઆરી-૨૪ સુધીમાં અંદાજે ૩૦ દિવસ દરમ્યાન આધુનિકરણ અને મરામતના કામો માટે નહેર બંધ રહેશે. બેઠકમાં મંત્રી મુકેશ પટેલે ખેડુતોને વધુમાં વધુ ડ્રીપ ઇરીગેશન પદ્વતિનો ઉપયોગ કરવા અને પાણીનો વેડફાટ ના થાય તેની તકેદારી રાખવા સુચન કર્યુ હતુ. તેમજ દરેકે દરેક ગામમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા પર ભાર મુકયો હતો.
1 કરોડથી વધુ લોકોને આખુ વર્ષ પીવાનું પાણી મળી રહેશે
ખેડુતોની
જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાંથી જે પાણી નહેર વાટે સપ્લાય થાય છે. તે પાણી વલસાડ થી
લઇને ભરૃચ સુધીના પાંચ જિલ્લામાં ફરે છે. આ પાંચ જિલ્લાની અદાજે ૧ કરોડની વસ્તીની
સાથે સાથે પાંચેય જિલ્લામાં આવેલ ઇન્ડસ્ટ્રીઝોમાં આખુ વર્ષ પાણી સપ્લાય થાય છે.
આથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. તો સિંચાઇના પાણી પણ ખેડુતોને આખુ વર્ષ મળી
રહેશે.
ઉનાળુ ડાંગરને પણ પાણી મળશે
આ
વર્ષે શરૃઆતમાં ઓછો વરસાદ થતા ઉનાળુ ડાંગરને પાણી મળશે કે કેમ એક પ્રશ્ન હતો ? પરંતુ સપ્ટેમ્બર
મહિનામાં મેઘરાજાએ રમઝટ બોલાવતા ડેમ ભયજનક સપાટી ૩૪૫ ફુટ સુધી ભરાઇ ગયો હતો. અને
િંસંચાઇ સલાહકાર સમિતિ દ્વારા જે રોટેશન નક્કી કરાયુ છે. તે મુજબ ઉનાળુ ડાંગરને પણ
પાણી મળી રહેશે. આ કારણે આ વર્ષે પણ ઉનાળુ ડાંગર પણ મોટા પ્રમાણમાં રોપણી થશે .
પાંચ જિલ્લાની 3.02 લાખ હેકટર જમીન માટે નહેર મારફત 198 દિવસ પાણી અપાશે
ડાબા-જમણાં કાંઠા નહેરમાંથી પાણી આપવા સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય : નવેમ્બરથી જુન સુધી ચાર રોટેશન નક્કી કરાયા