કાલાવડમાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ-હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
Jamnagar Municipal Election : જામનગર જિલ્લાના કાલાવડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસતંત્ર સતર્ક બન્યું છે અને કાલાવડ ટાઉન પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા શહેરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આગામી કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ગઈકાલ તા.11.02.2025 ના સાંજે કાલાવડ ટાઉન પો.સ્ટે.ના કર્મચારીઓ તથા હોમગાર્ડ, જી.આર.ડી. સહિતના સ્ટાફે ટાઉન વિસ્તારમાં સરદાર પટેલ ચોકથી બસ સ્ટેન્ડ થઈ મ્યુનીસિપલ હાઇસ્કુલ, પી.ડબલ્યુ.ડી. સર્કલથી વિકાસ કોલોની મુકતાબેન કન્યા વિદ્યાલયથી લીમડા ચોક, મેઇન બજારથી મૂળીલા ગેઇટથી ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી સરદાર પટેલ ચોક ખાતે પૂર્ણ કરાયું હતું.