Get The App

વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે કોર્ટ કેસ થશે

Updated: Apr 5th, 2025


Google News
Google News
વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે કોર્ટ કેસ થશે 1 - image


Vadodara Food Department : વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનું વેચાણ કરતા રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવેલ હતી. સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં 26 નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. જે પૈકી 26 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. તે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે કોર્ટ કેસ થશે 2 - image

શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનું વેચાણ કરતા રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવેલ. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદકમાંથી કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનાં 26 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી 26 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :