Get The App

સુરતમાં ફુડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી, સખીમંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી 50 થી વધુ વાનગીઓ પીરસી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
સુરતમાં ફુડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી, સખીમંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી 50 થી વધુ વાનગીઓ પીરસી 1 - image


Food festival in Surat : સુરતમાં ચાલી રહેલા નવરાત્રી સાથે સુરત પાલિકા દ્વારા ફુડ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે આ વર્ષે ફૂડ ફેસ્ટિવલમાં ફાસ્ટ ફૂડ વચ્ચે મીલેટની વાનગીઓ પણ જોવા મળી રહી છે. સુરત પાલિકાનો ફુડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી બની રહ્યો છે અને સખીમંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી 50 થી વધુ વાનગીઓ પીરસી રહ્યાં છે. પાલિકાના ફૂડ ફેસ્ટિવલ મીલેટ વાનગીને મળ્યું પ્લેટફોર્મ મળ્યું છે અને તેના કારણે મીલેટનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. 

સુરતમાં ફુડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી, સખીમંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી 50 થી વધુ વાનગીઓ પીરસી 2 - image

સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક કામગીરી કરે છે તેના ભાગરૂપે સુરત પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં મીલેટ સ્ટોલ મુકવામાં આવ્યા છે. સુરત પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા સખીમંડળની બહેનોએ મિલેટની જાગૃતિ માટે અવનવી 50 જેટલી વાનગી પીરસી રહી છે. આ સખી મંડળની બહેનોને પ્લેટફોર્મ મળ્યું છે તેથી જાગૃતિ પણ લોકો સુધી પહોંચાડી કે મીલેટ શું છે, મિલેટમાંથી કેવી વાનગી કેવી રીતે બને, મિલેટ ખાવાથી ફાયદો શું થાય તેવી માહિતી મીલેટ ફૂડ સાથે પીરસવામાં આવી રહી છે. 

સુરતમાં ફુડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી, સખીમંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી 50 થી વધુ વાનગીઓ પીરસી 3 - image

પાલિકા દ્વારા ગ્રાઉન્ડમાં મીલેટ ફૂડ અંગેના બેનર-હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલમાં ફાસ્ટ ફૂડ અને મેંદાના આક્રમણ વચ્ચે સુરતીઓને બાજરી, કોદરી સહિત મિલેટની અનેકવિધ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. જરીમાંથી જ પણ ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓ બાજરીના ઢોસા, બાજરી વડા, બાજરીનો વઘારેલો રોટલો, મીલેટ સુખડી, મીલેટ ખીચું, મીલેટ મસાલા ફ્રેન્કી, મીલેટ ખાખરા પીઝા, મિલેટ ભેળ સહિત ફાસ્ટફુડ જેવી વાનગીઓ સાથે મીલેટથી થતા ફાયદાની માહિતી પણ પીરસવામાં આવી રહી છે પાલિકાના ફુડ ફેસ્ટિવલમાં પહેલીવાર મીલેટના સ્ટોલ હોવાથી હેલ્થ કોન્સિયસ સુરતીઓ પણ હવે ફૂડ ફેસ્ટિવલમાં વાનગીઓ આરોગતા થયાં છે.


Google NewsGoogle News