દિવાળી પહેલા ફૂડ વિભાગની દરોડા, મહેસાણાની ડેરીમાંથી શંકાસ્પદ 800 કિલો પનીર જપ્ત
Food Department At Mehsana Dairy : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા ખાતેની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરવામાં આવ્યું છે.
ડેરીમાંથી ફેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું
દિવાળીના તહેવાર પહેલા મહેસાણામાં ફેળસેળ વાળી વાસ્તુઓનું વેચાણ કરનારા ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી છે, ત્યારે શહેરની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી ભેળસેળિયું પનીર મળી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પનીરમાં વેજીટેબલ ફેટ હોવાની શક્યતા હોવાથી પનીરને જપ્ત કરવામાં આવ્યું છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ડેરીમાંથી આશરે 2 લાખની કિંમતનું શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે.