જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં ઝાકળ ભીની સવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ 98 ટકા થઈ જતાં ઝાકળ ભીની સવાર થઈ હતી, અને ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે.
ગઈકાલે વહેલી સવારથી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને ભેજયુક્ત વાતાવરણ જોવા મળ્યું હતું, તે પરિસ્થિતિ આજે પણ યથાવત રહી હતી. અને પરોઢિયે ઝાકાળવર્ષા થઈ હતી. જેના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા, અને વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.
વહેલી સવારના સમયે પણ વાહન ચાલકોએ પોતાની લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. જોકે બપોર દરમિયાન આકરો તાપ પડી રહ્યો હોવાથી બપોરે ગરમી અને સાંજે ઠંડી સહિતના મિશ્ર વાતાવરણને કારણે રોગચાળા માં વધારો થયો છે.