Get The App

મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી 'સખી સાહસ યોજના', વર્કિંગ વુમન માટે હોસ્ટેલ: બજેટમાં મહિલાઓ માટે 5 મોટી જાહેરાત

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
Gujarat Budget 2025-26


Gujarat Budget 2025-26: ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરુ કરી છે. આ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે નવી સખી સાહસ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે.

બહારગામ નોકરી કરતી મહિલાઓ માટે હોસ્ટેલ સુવિધા

રાજ્ય સરકારે જે બહેનો ગુજરાતમાં બહારગામ નોકરી કરે છે તેમના માટે ખાસ સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના ઘરથી દૂર રહેતી વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે. જેના માટે હાલ રૂ. 69 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 12 હાઈસ્પીડ કોરિડોર, ત્રણ શહેરોમાં મેટ્રો, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ: બજેટમાં શહેરો માટે મોટી જાહેરાત 

મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત

1. મહિલાને આત્મનિર્ભર બનાવતી સખી સાહસ યોજના શરુ

2. વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા સહિત મેટ્રો શહેરોમાં હોસ્ટેલ સુવિધા

3. પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત રૂ. 500 કરોડની ફાળવણી

4. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક રૂ. 1250ની સહાય માટે રૂ. 3015 કરોડની જોગવાઈ

5. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા રૂ. 217 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રૂ. 372 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રત્યેક લાભાર્થીને બે કિગ્રા ચણા, એક કિલો દાળ અને એક લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂ. 372 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તદુપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણમાં ઘટાડો કરવાના હેતુ સાથે આપવામાં આવતાં પૂર્ણા શક્તિના પેકેટ માટે રૂ. 335 કરોડની ફાળવણી કરી છે.

મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી 'સખી સાહસ યોજના', વર્કિંગ વુમન માટે હોસ્ટેલ: બજેટમાં મહિલાઓ માટે 5 મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News