Get The App

સોમનાથ ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ : મહાદેવની મહાપૂજા કરાઈ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
સોમનાથ  ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ : મહાદેવની મહાપૂજા કરાઈ 1 - image


મંદિરના સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી : 13 નવેમ્બર, 1947ના રોજ સમુદ્ર જળ હાથમાં લઈ સરદાર પટેલે સોમનાથ જિર્ણોધ્ધારનો શુભ સંકલ્પ કર્યો હતો

પ્રભાસપાટણ, : દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથના સાગર કાંઠે જઈ મંદિરના જિર્ણોદ્ધારનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. શુભ ઘડી ને આજે ૭૭ વર્ષ પૂરા થયા છે.આ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા તદુપરાંત સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમાને પુષ્પહાર કરી પૂજા કરાઈ હતી. 

આઝાદી બાદ જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું હતું. તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કર્યો હતો.આ સંકલ્પને ૭૭ વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે. અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

 સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ શુભ સંકલ્પ સાથે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવજીને અર્પણ કરવામાં આવ્યા હતા. જે દ્રવ્યથી પૂજારીગણ દ્વારા મહાપૂજા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News