વડોદરા જિલ્લામાં 172 માર્ગો ઉપર 65 કિ.મી વિસ્તારમાં પૂર અને વરસાદથી નુકસાન
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તકના રસ્તાઓનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે. જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓ પર પડી ગયેલા નાના મોટા ખાડા ઉપરાંત તૂટેલા રોડ પર હોટ મિક્સ ડામર મટીરીયલ થી પૂરાણ કરવામાં આવી રહ્યું. પુરાણની આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે. જિલ્લામાં અતિભારે વરસાદને કારણે નુકશાન પામેલા રસ્તાઓ ઉપર રીપેરીંગ કામ કરતા પહેલા મેટલ પાથરીને પેચની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં વરસાદે વિરામ લેતા હોટમિક્ષ મટીરીયલથી ડામર પેચ નું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 172 રસ્તાઓમાં અંદાજિત 65 કિ.મી.લંબાઈના રસ્તાઓને નુકશાન થયું હતું. જેની મરામત કામગીરી પૂરી થતાં માર્ગ વ્યવહાર પૂર્વવત થઈ જશે.