Get The App

પ્રજાસત્તાક દિન: ઈતિહાસમાં પહેલીવાર જામનગર પાસેના દરિયામાં પીરોટન સહિત 4 ટાપુ પર ધ્વજવંદન

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
પ્રજાસત્તાક દિન: ઈતિહાસમાં પહેલીવાર જામનગર પાસેના દરિયામાં પીરોટન સહિત 4 ટાપુ પર ધ્વજવંદન 1 - image


Jamnagar News : દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુ પર ધ્વજવંદન કરવામાં આવ્યું. આજે 26મી જાન્યુઆરી, 2025ના રોજ સવારે 8:45 વાગ્યે જામનગરના મરીન ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. પી.બી. કરમુર, બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એસ. પોપટ દ્વારા જામનગરમાં આવેલા ટાપુ પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. 

પ્રજાસત્તાક દિન: ઈતિહાસમાં પહેલીવાર જામનગર પાસેના દરિયામાં પીરોટન સહિત 4 ટાપુ પર ધ્વજવંદન 2 - image

આ પણ વાંચો: VIDEO: જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો, જોઈને કહેશો અદ્ભુત

દેશ અને ગુજરાતભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામનગરના દરિયાઈ વિસ્તારમાં આવેલા 4 ટાપુઓ પર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગરના જિંદડા, ચાકડી, સેજા, પીરોટન ટાપુ ખાતે ફોરેસ્ટ અને પોલીસ સ્ટાફના કર્મચારી-અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. 


Google NewsGoogle News