દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવી ધ્વજા, આ કારણે લેવાયો નિર્ણય

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવી ધ્વજા, આ કારણે લેવાયો નિર્ણય 1 - image


Dwarka Temple News: હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર અને હિંદુઓના ચાર મોક્ષપૂરીમાની એક દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિર(Dwarkadhish Temple)માં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે, દરિયાકિનારામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે તેમજ દરિયા કિનારે વિશાળકાય મોજા પણ ઊછળી રહ્યા છે. આથી સુરક્ષા અને સલામતીને ધ્યાને  લઇને મંદિર પર વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજા ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 ધ્વજા ચઢાવતા પરિવારની સલામતી માટે લેવાયો નિર્ણય
કરંટની અસર ગોમતી નદીના ઘાટ પર પણ જોવા મળી રહી છે. હાલ NDRF અને પોલીસની ટીમ પણ સુરક્ષાને લઈને સતત કિનારા વિસ્તારોમાં વોચ રાખી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ધ્વજા ચઢાવતા પરિવારના સભ્યની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને મંદિર ટ્રસ્ટે ધ્વજાને અડધી કાઠીએ ફરકવવાનો નિર્ણય લીધો છે. વાતાવરણ સામાન્ય થયા બાદ પુનઃ શિખર પર જ ધ્વજા ચડાવવામાં આવશે.

અગાઉ પણ અડધી કાઠીએ ફરકાવાઇ છે ધ્વજા
ગયા વર્ષે પણ 5 જુલાઇથી લઈને 15 જુલાઇ સુધી દ્વારકા મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી હતી. તૌકતે વાવાઝોડાના સમયે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા અડધી કાઠીએ ધ્વજા ચડાવવાનો નિર્ણય લેવામાં આવતો હતો.


Google NewsGoogle News