પાંચ વર્ષની બાળા રમતા-રમતા ચૂનાની પડીકી તોડી, આંખમાં ઉડતા સર્જરી કરવી પડી

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News

 પાંચ વર્ષની બાળા રમતા-રમતા ચૂનાની પડીકી તોડી, આંખમાં ઉડતા સર્જરી કરવી પડી 1 - image

લાલબત્તી સમાન બનાવ

- નવી સિવિલમા બાળાની આંખમાંથી ચૂનાના અનેક કણ કઢાયા, હજુ બીજું ઓપરેશન પણ કરવું પડશે

       સુરત :

 માવા અને ચૂનાની પડેકી નાના છોકરોને તોડવા કે લાવવા મોકલવા નહી, જોકે આ અંગે તકેદારી નહી રાખનાર માતા પિતા  માટે લાલબત્તી સમાન બનાવ પ્રકાશમાં આવ્યો છે કેડિંડોલીમાં  ૫ વર્ષની બાળકી રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલતી વખતે ચૂનો ઊડીને બાળકીની આંખમાં પડતા તકલીફ થઇ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગના ડોકટરો ટીમે બાળકીતેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો.

સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ડિંડોલીમાં નવાગામમાં ઉમિયા નગરમાં રહેતા નિલેશ પાટીલને બે સંતાન છે. જોકે તે પરિવારનું ગુજરાન ચલાવવા રત્નકલાકારનું કામ કરે છે. જયારે તેમની પાંચ વર્ષીય પુત્રી લાવનીયા ધર નજીક આંગણવાડીમાં અભ્યાસ કરે છે. જયારે ૧૫ દિવસ અગાઉ ઘરમાં લવનીયાના રમતા રમતા માવામાં નાખવાની ચૂનાની પડીકી લઇને મોઢાથી ખોલવાનો પ્રયાશ કરતી હતી. તે સમયે  અચાનક ચૂનો ખુલીને તેની જમણી આંખમાં પડયો હતો. જેથી લાવનીયા આંખમાં તકલીફ થતા જોર જોર બુમો પાડીને રડવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાંથી આંખમાં નાખવાના ટીપાં સહિતની દવા લઈને આવ્યા હતા.

બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં આંખની કિકિના ડોકટરો પાસે લઇ ગયા હતા. ત્યાંના ડોકટરો તેમના ઓપરેશનનો વધુ ખર્ચ કહ્યો હતો.  જેથી તેને વધુ સારવાર માટે શનિવારે  નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં  આંખ વિભાગના ડો. તૃપ્તીબેન શોલુના માર્ગદર્શન હેઠળ ડો.કુજન પટેલ, ડો, પુનમ સહિતના ડોકટરો ટીમે તેની આંખનું ઓપરેશન કર્યુ હતુ કે, તેની આંખ માંથી સાધન વડે ચૂના ધણા બધા કણઓ કાઢવામાં આવ્યા હતા. જયારે બાળકીની આંખની અંદરના ભાગે અમુક  ચૂના કણ  છે. જેથી તે ચૂના કણો કાઢવા માટે આવતી કાલે મંગળવારે બાળકીની બીજું ઓપરેશન કરવું પડશે. તેના બીજા ઓપરેશન થયા બાદ આંખની તકલીફ આગળ વધતા અટકી જશે. અને આંખમાં જલ્દી સારુ થઇ જશે, તેને પહેલા જેમ ફરી ધીરેધીરે દેખાતુ થવાની ૯૯ ટકા સકયતા છે. જયારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સર્જરી અને સારવારનો અંદાજીત એક લાખ ખર્ચ થાય છે પણ સિવિલમાં આ વિનામુલ્યે આંખના ડોકટરો ટીમે સફળ સર્જરી કરવામાં આવી છે. એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ હતું.


Google NewsGoogle News