જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો પોલીસના હાથે પકડાયા
Jamnagar Gambling Crime : જામનગર નજીક દરેડ એફ.ડી.આઈ. ના ગોડાઉન નજીક પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ જુગારીઓની અટકાયત કરી લીધી છે.
પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે એફ.સી.આઈ. ગોડાઉનની બાજુમાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સતીષ સુંદર લાલ દહીયા, મનીષ રામલાલ દહિયા, નીરજ ગુલાબભાઈ તોમર, હીરાભાઈ ઠાકોર, અને શાનુ હલકાઇ ચોરસીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,230 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.