કડોદરાના યુવાનના અંગદાનથી પાંચ વ્યકિતને નવજીવન મળ્યુ
- કડોદરામાં રહેતા રામજીભાઇની કિડની, લીવર અને બે આંખોનું દાન પરિવારે કર્યુ : સિવિલમાં 46મું સફળ અંગદાન
સુરત,:
કડોદરામાં
રહેતા બ્રેઈન ડેડ યુવાનની બે કિડની,
લીવર અને બે આંખોનું દાન કરીને પરિવારે માનવતા મહેંકાવીને સમાજમાં
નવી દિશા બતાવી હતી.
મૂળ ઉતરપ્રદેશમાં સંત રવિદાશનગરમાં મહદેપુર ભોરીનો વતની અને હાલમાં કદોડરામાં જોલવા પાટીયામાં બાલાજી સોસાયટી ખાતે રહેતા ૪૩ વર્ષીય રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાખાતામાં કામ કરતા હતા. ગત તા.૧૯મી સાંજે ઘરના બાથરૃમમાં ચક્કર આવતા પડી ગયા હતા. જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે તા. ૨૦મીએ બપોરે નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓને માંથા ઇજા થયાનું નિદાન થયું હતું. બાદ આજે ગુરુવારે તેને ડોકટરોની ટીમે તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નસગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલા અંગદાનની મહત્વ સમજાવતા સમંતિ આપી હતી. બાદમાં સિવિલ ખાતેથી તેમની બંને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને તેમની બંને આંખોનું દાન સિવિલ હોસ્પિટલની આઇસ બેંકે સ્વીકાર્યું હતું. જયારે રામજીભાઇ પત્ની નિલમદેવી, તેમનો મોટો પુત્ર સુરજ અને નાના પુત્ર પવન તથા પુત્રી કાજલ છે. જયારે સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ આજે ૪૬મું સફળ અંગદાન થયું હતું.