ખેડા જિલ્લામાં બે દિવસમાં 5 લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંડની આશંકા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમાં ચર્ચા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં બે દિવસમાં 5 લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંડની આશંકા, પોલીસે વધુ તપાસ હાથ ધરી 1 - image


ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બની હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં ખેડા જિલ્લાના બિલોદરા અને બગડું ગામમાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે. આ શંકાસ્પદ મોત થતા વહીવટી તંત્ર દોડતું થયુ છે.

બે દિવસમાં જ પાંચના શંકાસ્પદ મોત

રાજ્યમાં ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ તાલુકાના બીલોદરા ગમમાં બે દિવસમાં 3 અને મહુધા તાલુકાના બગડુ ગામમાં 2 લોકોના શંકાસ્પદ મોત થતા ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે એક મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે ઘરે આવ્યા બાદ માથામાં સતત દુખાવો શરુ થયો અને ત્યારબાદ પરેસેવો વળી ગયો હતો અને બાદમાં મોમાંથી ફીણ નીકળી આવતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો મૃત જાહેર કર્યા બાદ મૃતદેહનો પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. 

પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે

ખેડા જિલ્લામાં આ પાંચ લોકોના શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે બીજી તરફ લોકમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ લોકોના મોત શંકાસ્પદ પીણુ પીવાથી થયું છે જો કે પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા લાગ્યા નથી તેમજ પોલીસ પણ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે તો બીજી તરફ તંત્રએ ભેદી મૌન પાળ્યું છે. 

SP રાજેશ ગઢિયાએ આપ્યુ નિવેદન

ખેડામાં થયેલા પાંચ યુવકોના મૃત્યુને લઈને પોલીસે તપાસ તેજ કરી છે તેમજ આ મામલે નડિયાદ SP રાજેશ ગઢિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મૃતકના પરિજનો પાસેથી આ અંગે જાણકારી મેળવી છે તેમજ કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે ગામમાં મૃત્યુ થયાની ચર્ચા થતા જ કિરાણા સ્ટોરનો વેપારી ફરાર થઈ ગયો છે. આ કેસમાં બિલોદરામાં જેટલા લોકોએ પીણું પીધું છે જેની તપાસ હાલ ચાલી રહી છે તેમ SP રાજેશ ગઢિયાએ કહ્યું હતું. આ મામલે વધુ તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ SMCના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બિલોદરા ગામમાં પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ આરંભી છે


Google NewsGoogle News