ભાલેજ ગામમાં 885 કિલો ગૌમાંસ સાથે ઝડપાયેલા પાંચ શખ્સો જેલહવાલે
મુખ્ય સૂત્રધાર સહિત પાંચ શખ્સો હજૂ પોલીસ પકડથી દૂર : કામગીરી સામે સવાલો
ભાલેજના કુરેશી મહોલ્લામાંથી આણંદ એલસીબીએ ગત રવિવારે ૮૮૫ કિલો ગૌમાંસના જથ્થા સાથે કાદરભાઈ ઉર્ફે કાદર હાજી મહમ્મદભાઈ કુરેશી, જીલાનીભાઈ રબ્બાનીભાઈ કુરેશી, મુસ્તુફા રસુલભાઇ કુરેશી અને શકીલભાઈ સિકંદરભાઈ કુરેશીને ઝડપી પાડયા હતા. જ્યારે ઈસાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી, મુસ્તકીમભાઈ ઉર્ફે બાટલી મહેબુબભાઇ કુરેશી, મહેબુબભાઈ અબ્દુલભાઈ કુરેશી, રસુલભાઈ કમાલભાઈ શેખ અને હસન ઉર્ફે કઠલાલી મુસ્તુફા કુરેશી નાસી છુટયા હતા. ચારેય શખ્સોને ઝડપી પાડયા બાદ ભાલેજ પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગુરૂવારે ચારેયના રિમાન્ડ પુરા થતાં તમામને ઉમરેઠ કોર્ટમાં રજૂ કરતા તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેથી તમામને આણંદની સબજેલમાં મોકલી આપ્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી ભાલેજમાં કાદર કુરેશી અને ઈસાક કુરેશી ગેરકાયદે કતખાનુ ચલાવતા હોવા બાબતે ભાલેજ પોલીસ અજાણ હતી. હજૂ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.