રીદ્રોલમાં જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા
પોલીસે રૃ.૪,૧૧૦ રોકડ તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇને ગુનો દાખલ કર્યો
માણસા : માણસા તાલુકાના રીદ્રોલ ગામમાં ગઈકાલે બપોરે કેટલા શખ્સો ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમી રહ્યા હોવાની માણસા પોલીસને બાતમી મળતા તેમણે આ સ્થળ પર જઈ રેડ કરી અહીં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને ૪૧૧૦ રૃપિયાની રોકડ રકમ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના રીદ્રોલ ગામે મોટા
રાવળ વાસમાં ચરામાં ખુલ્લી જગ્યામાં કેટલા ઈસમો તેમના અંગત આથક લાભ સારું પાના
પત્તાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે ખાનગી વાહનમાં જઈ
દૂરથી જોતા અહીં પાંચ ઇસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા.જે તમામને પોલીસે
કોર્ડન કરી ઝડપી પૂછપરછ કરતા તેમને પોતાનું નામ ભવાનભાઈ ઉર્ફે ભુપેન્દ્રભાઈ
શકરાભાઈ રાવળ, રમેશભાઈ
બળદેવભાઈ રાવળ,અવિનાશ
રમણભાઈ રાવળ, મંગળભાઈ
ઉર્ફે સુરેશભાઈ ગાભાભાઇ રાવળ અને મહેન્દ્રભાઈ જયંતીભાઈ રાવળ તમામ રહે રીદ્રોલ
હોવાનું જણાવ્યું હતું અને જે તમામની અંગજડતી કરતા તેમની પાસેથી ૩,૭૪૦ રૃપિયા રોકડા
તેમજ ૩૭૦ રૃપિયા દાવ પર મુકેલા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪,૧૧૦ રૃપિયાની
રોકડ તેમજ જુગારના સાહિત્ય સાથે પાંચે આરોપીને ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.