જામનગર અને કાલાવડમાં જુગારના બે દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા
જામનગર તેમજ કાલાવડમાં પોલીસે જુગાર અંગેના બે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રૂા.17340 સહિતની માલમતા કબ્જે કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આવેલ કાશ્મીરી પરા વિસ્તારમાં ઈમામના ઓટા પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જયાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ અમીનશા મામદશા મકવાણી, આદમશા જુસબશા શેખ, અજીતશા કાસમશા શેખ અને ઈરફાન અલારખા થયમ નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા. 10240 કબ્જે કર્યા છે.
જામનગરમાં બેડી ગેઈટ વિસ્તારમાં જયશ્રી ટોકીઝ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી રહેલ સલીમ ઉર્ફે પેઈન્ટર અકબરભાઈ બેલીમ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને તેના પાસેથી રોકડ રૂા.7100 તેમજ વર્લી મટકાને લગતુ સાહિત્ય કબ્જે કર્યુ હતું.