Get The App

કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ પડાવ્યા, દંપતી સહિત ચાર પકડાયા

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ પડાવ્યા, દંપતી સહિત ચાર પકડાયા 1 - image


ટંકારા તાલુકાના હરીપર(ભૂતકોટડા) ગામના

મહિલાએ ફોનમાં વાતો કરી ફસાવ્યાબાદમાં ટોળકીએ અપહરણ કરી માર મારી દુષ્કર્મની  ફરિયાદ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધા

મોરબી :  ટંકારા તાલુકાના હરીપર(ભૂતકોટડા) ગામના કારખાનેદાર યુવાનને મોબાઈલથી સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં યુવાનને રાજકોટ અને ટંકારા આજુબાજુના વિસ્તારમાં લઇ જઈને બાદમાં મહિલાના પતિ સહિતના પાંચ આરોપીઓએ કાવતરું રચી કારમાં અપહરણ કરી લઇ જઈને માર મારી દુષ્કર્મની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૃપિયા ૫ લાખ પડાવતા યુવાને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે દંપતી સહિત ચારને ઝડપી લઇ ૮.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ટંકારાના હરીપર (ભૂ.) ના રહેવાસી અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.વ.૩૭) નામના કારખાનેદારએ ફરિયાદ નોંધાવી છે કે સાતેક દિવસ પૂર્વે તેમના મોબાઈલ  પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં પુજાબેન નામની મહિલાએ તમે પાણી વાળા ભાઈ બોલો છો કહેતા કારખાનેદારએ ના પાડી હતી. અને નામ પૂછતા નામ જણાવ્યું હતું. બીજા દિવસે વોટ્સએપમાં જય માતા તથા ગૂડ મોનગના મેસેજ આવ્યા હતા.અને મહિલાએ તેના પતિ ટ્રક ડ્રાઈવર છે. તે અમુક સમયે જ આવે છે. જેથી ફ્રેન્ડશીપ કરવી છે તેમ કહ્યું હતું. અને તે મોરબીના ઘૂટું ગામે રહે છે,તમે કહેશો ત્યાં આવી જઈશ કહેતા ફ્રી હોય ત્યારે જણાવીશ તેમ કહ્યું હતું.

બાદમાં તા. ૧૭ના રોજ સવારના પૂજાનો ફોન આવ્યો અને રાજકોટ હોસ્પિટલના કામે જાવ છું. તમારી પાસે સમય હોય તો આપણે મળીએ તેમ વાત કરી હતી.જેથી છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી અને તેના મિત્ર જયદીપ કુવરજી ચૌધરી બંને કાર લઈને ગયા.જ્યાં પુજાબેનને ગાડીમાં બેસાડી રાજકોટ સિવિલ જવા નીકળ્યા હતા. બાદમાં હોટલે ગયા હતી.અને અલગ અલગ સ્થળે ફરવા ગયા હતા. દરમિયાન પૂજાએ પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું હતું. પૂજા મોબાઈલમાં કોઈને ફોન મેસેજ કરતા હતા. અને બપોરના અઢી વાગ્યે રાજકોટથી નીકળ્યા બાદ પૂજાએ છત્તર ગામે ઉતારી દેજો પાછળ કોઈ ગાડી પીછો કરે છે તેમ કહેતા તેને ઉતારી દીધા હતા. અચાનક એક સ્વીફ્ટ કાર આવી જેમાં ૫ લોકો હતા.તેઓ અપહરણ કરી યુવાનને સ્વીફ્ટ કારમાં બેસાડી લઇ ગયા હતા

જેમાં એક વ્યક્તિ દિવ્યનો ભાઈ ત્વિક હોવાની ઓળખ આપી હતી. અને અલગ અલગ સ્થળે લઇ જઈને માર માર્યો હતો. અને ત્વિકે મારી બહેનને તમે આખો દિવસ લઈને કેમ ફરો છો કહીને મારવા લાગ્યા હતા. આરોપી હાદક મકવાણાએ બળાત્કારના કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. અને સમાધાન કરી લેવડદેવડ કરી પૂરું કરી નાખીએ તેવી વાત કરી ૫ લાખ માંગ્ય હતા.કારખાનેદાર અને સાથે રહેલા જયદીપે ગાડીમાં થેલામાંથી ધંધાના રૃ ૧ લાખ રોકડા સંજય ભીખાલાલ પટેલને આપ્યા હતા. અને તેમને જવા દીધા હતા. બાદમાં તા. ૧૯ ના રોજ ટંકારા પાસે બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદી અને તેનો મિત્ર જયદીપ ગયા હતા. જ્યાં બાકીના ચાર લાખ માટે ધમકી આપી હતી અને કુલ પાંચ લાખની રકમ પડાવી હતી.


Google NewsGoogle News