વાઘોડિયા રોડ પર જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
કિશનવાડી ઝંડાચોકમાં જુગાર રમતા ચારને ઝડપી પાડતી પોલીસ
વડોદરા,વાઘોડિયા રોડ પર અને કિશનવાડીમાં જુગાર રમતા ૯ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કપુરાઇ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે માહિતી મળી હતી કે, પ્રાર્થના ટેનામેન્ટની સામે વાડીલાલ આઇસક્રીમ સ્ટોલની બાજુમાં ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા (૧) સુનિલ કનુભાઇ પટેલ (રહે. ગોવર્ધન ટાઉનશિપ, વાઘોડિયા રોડ) (૨)નવલ મગનભાઇ રાઠવા (રહે. દેવદીપ ટેનામેન્ટ, ડભોઇ વાઘોડિયા રીંગ રોડ) (૩) હિતેશ મૂળજીભાઇ સોલંકી (રહે.સુગમ પાર્ક, ડભોઇ વાઘોડિયા રીંગરોડ) (૪) નિર્મલકુમાર શંકરભાઇ રાઠવા ( રહે. સિલ્વર સ્ટેન, વાઘોડિયા ડભોઇ રીંગરોડ) (૫) અમિત ગોવિંદભાઇ પટેલ (રહે. શ્રીજી પાર્ક સોસાયટી, વાઘોડિયા ડભોઇ રીંગરોડ) પકડાઇ ગયા હતા. પોલીસે એક મોપેડ, કાર, મોબાઇલ ફોન અને રોકડા સહિત કુલ રૃપિયા ૯૬,૦૮૦ નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જ્યારે અન્ય એક કિસ્સામાં પાણીગેટ પોલીસે કિશનવાડી ઝંડા ચોક પાસે ખુલ્લામાં જુગાર રમતા (૧) કમલેશ લક્ષ્મણભાઇ બામને (૨) રવિ કાલીદાસ (૩) રાકેશ સંજયભાઇ પોટે તથા (૪) મિતેશ જ્યંતિભાઇ રાવળ ( તમામ રહે. કિશનવાડી)ને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧૦,૨૪૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.