દારૃના નશામાં બૂમબરાડા પાડતા પાંચ મિત્રો ઝડપાયા
મોડીરાત સુધી ડી.જે.વાગતું હોવાનો મેસેજ મળતા પોલીસ પહોંચી હતી
વડોદરા,લગ્ન પ્રસંગે મોડી રાત સુધી ડી.જે. વાગતું હોવાના મેસેજના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ડી.જે. બંધ હતું. પરંતુ, પાંચ યુવકો દારૃના નશામાં બૂમબરાડા પાડતા હતા.પોલીસે તઓની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાતે દોઢ વાગ્યે કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, સેન્ટ મેરી સ્કૂલ પાસે લગ્ન પ્રસંગે ડી.જે. વાગે છે. પોલીસનો સ્ટાફ સેન્ટ મેરી સ્કૂલ પાસે આવતા સ્કૂલના કંપાઉન્ડમાં કેટલાક લોકો ડી.જે.બંધ કરીને મોટેથી બૂમો પાડતા હતા. જેથી, પોલીસનો સ્ટાફ તેઓને પી.સી.આર. વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પાંચેય યુવકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી,પોલીસે (૧) કૃણાલ રાજેન્દ્રભાઇ જોશી (૨) હરેશ રાજેન્દ્રભાઇ જોશી (૩) મયૂર વિનોદભાઇ બડગુજર (ત્રણેય રહે. શ્રીરામ નગર, સુશેન તરસાલી રીંગ રોડ) (૪) આકાશ ભાવેશભાઇ ભટ્ટ (રહે.શાંતિનગર સોસાયટી, તરસાલી) તથા (૫) રાહુલ સુરેશભાઇ ડોંગરે (રહે.મણીનગર સોસાયટી, તરસાલી) ની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કૃણાલ અને હરેશ સગા ભાઇ છે. તેઓ હેર કટિંગ સલૂન ચલાવે છે. જ્યારે અન્ય યુવકો પ્રાઇવેટ નોકરી કરે છે.