નિઝામપુરાની તુષાર સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા પાંચ મિત્રો ઝડપાયા

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
નિઝામપુરાની તુષાર સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા પાંચ મિત્રો ઝડપાયા 1 - image


Image source: Freepik

નિઝામપુરા શ્રીનાથજીની હવેલીની પાછળ તુષાર સોસાયટીમાં એક ઘરના ટેરેસ પર કેટલાક લોકો દારૂની પાર્ટી કરે છે અને જુગાર રમે છે, તેમના ઘર પાસે પોલો કારમાં દારૂ પીવે છે અને નજીકમાં ચારથી પાંચ ટુવીલર પડ્યા છે તેવી માહિતી પોલીસ કંટ્રોલરૂમને મળી હતી. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ફતેવેજ પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા તુષાર સોસાયટીના મકાન નંબર છ માં ટેરેસ પર જતા ખુલ્લામાં ખુરશી પર પાંચ લોકો બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલતી હતી. 

પોલીસે(1) લવ રોહિત પટેલ ઉંમર વર્ષ 36 (રહે. સ્વામિનારાયણ સોસાયટી નિઝામપુરા મૂળ રહેવાસી મુંબઈ ), (2) પાર્થ રાજકુમાર બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 37 (રહે. સ્વામિનારાયણ સોસાયટી નિઝામપુરા ), (3) જીગર અશોકકુમાર શાહ ઉંમર વર્ષ 42 (રહે. તુષાર સોસાયટી), (4) જયદીપ બાબુલાલ પરમાર ઉંમર વર્ષ 33 (રહે. મારુતિ ઇન્ફીનિટી છાણી મૂળ રહેવાસી જામનગર) તથા (5)અંકુર યોગેશભાઈ પટેલ ઉંમર વર્ષ 38 (રહે. અભિષેક સોસાયટી છાણી કેનાલ રોડ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News