કચ્છમાં અકસ્માત બાદ કાળનો કોળિયો બન્યા પાંચ લોકો, 24 ઈજાગ્રસ્ત: મૃતકોની યાદી જાહેર
Mundra Road Accident : કચ્છના ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 24 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, બપોરના સમયે અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત 24 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જ્યારે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું હતું.
મૃતકની યાદી
1. આશિફ ફરીકમામદ માજોઠી (ઉં.વ. 22, રહે. ભુજ)
2. સાલે સચુ રાયશી (ઉં.વ. 24, રહે. ભીંરડીયારા)
3. કુલસુમબહેન મામદહુશેન સમા (ઉં.વ. 50, રહે. મુંદ્રા)
4. શાહ આલમ ગુલામ મહંમદ (ઉં.વ.36, રહે. ઉત્તરપ્રદેશ)
5. સોખરનદાસ બંસીધર જ્હોન (ઉં.વ. 73, રહે. મુંદ્રા)
ઘટનામાં ઈજાગ્રસ્તોની યાદી
1. તનવી સચીન જૈન (ઉં.વ. 1, રહે. સમાઘોઘા)
2. ફરદીન સદ્દામ કુરેશી (ઉં.વ. 9, રહે. ટીંબા, મુંદ્રા)
3. મોહમદ ફરહાન (ઉં.વ. 10, રહે. ટીંબા, મુંદ્રા)
4. લતાબહેન (ઉં.વ. 22, રહે. સમાઘોઘા)
5. આશિયાના મહેબુબ ભટ્ટી (ઉં.વ. 24, રહે. લાખાસર)
6. દિયાબહેન સચીન જૈન (ઉં.વ. 30. રહે. સમાઘોઘા)
7. હાસમ હિંગોરા (ઉં.વ. 35, રહે. ભારપર)
8. લીલાબહેન ખીમજી મહેશ્વરી (ઉં.વ. 35)
9. રઝાક અધાભા ઘોઘા (ઉં.વ. 35, રહે. લોરીયા, ભુજ)
10. હેતલબહેન રમેશભાઈ (ઉં.વ. 38, રહે. ભુજ)
11. સલમા ફકીરમામદ સુમરા (ઉં.વ. 45, રહે. મુંદ્રા)
12. મોહમદ હોસ મોહમદ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)
13. નજમા ઓસમાણ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)
14. હોશ મામદ તારમામદ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)
15. લક્ષ્મીબહેન શામજી મહેશ્વરી (ઉં.વ.52, રહે. કેરા, ભુજ)
16. મોહમદ ઈસ્માઈલ (ઉં.વ. 55)
17. મામદહુશેન સમા (ઉં.વ. 55, રહે. મુંદ્રા)
18. જનસસિંહ બંસીદાન રાજપૂત (ઉં.વ. 56, રહે. મુંદ્રા)
19. ગીતાબહેન રમેશભાઈ મહેતા (ઉં.વ. 59, રહે. ભુજ)
20. નુરહસન (ઉં.વ. 60)
21. નાજીયા હાશન (રહે. આબુરોડ રાજસ્થાન)
22. ભાનુબહેન
બે ઈજાગ્રસ્તની ઓળખ થઈ શકી નથી.