Get The App

VIDEO: જામનગરના વનતારામાં 5 ચિત્તાના બચ્ચાંઓનો થયો જન્મ, જલ્દી જ પ્રાકૃતિક વનપ્રદેશમાં કરાશે મુક્ત

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
VIDEO: જામનગરના વનતારામાં 5 ચિત્તાના બચ્ચાંઓનો થયો જન્મ, જલ્દી જ પ્રાકૃતિક વનપ્રદેશમાં કરાશે મુક્ત 1 - image


Five Cubs Born at Vantara: કેન્દ્ર સરકારના ઇન-સિટુ સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવાના દ્રષ્ટિકોણથી, પ્રકૃતિ તેમજ પ્રાણીપ્રેમી ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારા સ્થપાયેલી સંસ્થા 'વનતારા'ની જામનગર સ્થિત સુવિધામાં પાંચ ચિત્તાના બચ્ચાંઓના જન્મની જાહેરાત કરવામાં આવી છે. આ બચ્ચાંઓ વનતારાના ચિત્તા સંરક્ષણ કાર્યક્રમનો ભાગ છે અને ભારતના પ્રાકૃતિક વનપ્રદેશમાં તેઓની પુનઃસ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વનતારાના લક્ષ્યો મુજબ, આ બચ્ચાંઓને જલદી જ પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે, જે ભારતની જીવવિવિધતાને પુનઃસ્થાપિત અને મજબૂત કરવામાં મદદરૂપ થશે. માદા ચિત્તા, જેને પ્રેમથી 'સ્વરા' નામ આપવામાં આવ્યું છે, અને તેના બચ્ચાંઓ સ્વસ્થ છે અને વનતારાના વન્યજીવ પશુચિકિત્સકો તરફથી શ્રેષ્ઠ સંભાળ મેળવી રહ્યા છે.

કાર્યક્રમમાં સામેલ દક્ષિણ આફ્રિકાના વરિષ્ઠ પશુચિકિત્સક ડો. એડ્રિયન ટોર્ડિફે, ગર્ભાવસ્થા અને જન્મ પ્રક્રિયા સમજાવતા નોંધ્યું હતું કે ત્વરિત શારીરિક ફેરફારોને કારણે ચિત્તાની ગર્ભાવસ્થાને અંતના તબક્કા સુધી પુષ્ટિ કરવી મુશ્કેલ છે. તેમણે જણાવ્યું હતું કે, 'બચ્ચા સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેમના નિવાસસ્થાનની આસપાસ ચાલે છે અને દોડે છે.'

પ્રોગ્રામના હેડ ક્યુરેટર ક્રેગ ગોઉસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'માતા અને બચ્ચા માટે માનવ સંપર્ક અને તણાવ ઘટાડવા તથા બારીકાઇથી સાર સંભાળ રાખવા માટે સમગ્ર નિવાસસ્થાનમાં છુપાયેલા કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા હતા.' તેમણે ભારતની જૈવવિવિધતામાં ચિત્તાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, અને વનતારા ખાતે ચાલતા સંરક્ષણ પ્રયાસોના ભાગરૂપે જન્મેલા આ બચ્ચાઓને જોઈને ગર્વ વ્યક્ત કર્યો હતો.

વનતારાનો ચિત્તા સંરક્ષણ કાર્યક્રમ ભારત સરકારની ચિત્તાઓને ભારતમાં પુનઃપ્રસ્થાપિત કરવાની પહેલને સમર્થન આપે છે. આ એક્સ-સિટુ પ્રયાસ એવુ વાતાવરણ બનાવે છે જે ચિત્તાઓના કુદરતી નિવાસસ્થાન સાથે લગભગ સરખું હોય છે, જે તેમને ભારતીય હવામાન અને પરિસ્થિતિઓમાં અનુકૂળ થવામાં મદદ કરે છે. વનતારા, કેન્દ્ર સરકાર અને પસંદ કરાયેલા રાજ્ય સરકારો સાથે સાંકળીને આ ચિત્તાઓના વનપ્રદેશમાં પુનઃપ્રસ્થાપનને અમલમાં લાવશે. ચિત્તાઓને પ્રાકૃતિક પર્યાવરણમાં મુક્ત કરવાની પ્રક્રિયા અનેક તબક્કામાં થાય છે, જેમાં પર્યાવરણ સાથે અનુકૂળ થવું, શિકારની કૌશલ્યમાં તાલીમ અને માનવ નિર્ભરતા ઘટાડવા જેવા પાસાઓ શામેલ છે. જંગલમાં મુક્ત કર્યા પછી, ચિત્તાઓના આરોગ્ય અને ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે કરવા માટે ગુલોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) કોલરનો ઉપયોગ કરવામાં આવશે. આ કાર્યક્રમ સ્થાનિક સમુદાયોને સામેલ કરવાની, પર્યાવરણીય વ્યવસ્થાઓને સંચાલિત કરવાની, અને લાંબા ગાળાના સંરક્ષણ પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયત્નશીલ છે, જેથી ચિત્તા પ્રજાતિ કુદરતી રીતે ફેલાઈ શકે અને એક ટકાઉ પર્યાવરણીય માહોલ સ્થાપિત થાય.


ચિત્તા પ્રજાતિ, જે એક સમયે આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતમાં વ્યાપક રીતે પ્રસરી ગઈ હતી, હવે તેમના ઐતિહાસિક વિસ્તારના ફક્ત 9% હિસ્સામાં વસવાટ કરી રહી છે. જે તેમને વૈશ્વિક રીતે સૌથી વધુ નાશ પામતી મોટી બિલાડીની પ્રજાતિઓમાંની એક બનાવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્સર્વેશન ઑફ નેચર (IUCN) રેડ લિસ્ટ પર તેમને "વલ્નરેબલ" તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, જ્યારે એશિયાટિક ઉપપ્રજાતિને "ક્રિટિકલી એન્ડેન્જરડ" તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ પ્રજાતિને વસાહત ગુમાવવાની, શિકારની ઘટતી સંખ્યાની અને ગેરકાયદેસર વેપાર જેવા ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્યત્વે આફ્રિકામાં, આશરે 7,000 વયસ્ક ચિત્તાઓ જંગલોમાં જીવી રહ્યા છે, અને તેમને જીવતા રહેવા માટે સારી રીતે સંચાલિત સંરક્ષણ વિસ્તાર પર નિર્ભર રહેવું પડે છે. થોડા અપવાદો સાથે, આંતરરાષ્ટ્રીય જીવવિશ્વ અને પુષ્પ પ્રજાતિઓના અંતરરાષ્ટ્રીય વેપાર પર કન્વેંશન (CITES)ના એપીન્ડિક્સ I હેઠળ સમાવેશ પામેલા, જંગલમાંથી પકડાયેલા ચિત્તાઓના આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ છે. ભારત જેવા દેશમાં ચાલતી પુનઃપ્રસ્થાપન પહેલીઓ, આ પ્રજાતિને આગામી પેઢી માટે સુરક્ષિત રાખવાની નવી આશા લઈને આવી છે.



Google NewsGoogle News