પ્રતાપનગર વિસ્તારમાં આંકડાના જુગાર પર દરોડો,પાંચ પકડાયા
વડોદરાઃ પ્રતાપનગર વિસ્તારમાં આંકડાના જુગાર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પાંચ જણાને ઝડપી પાડયા હતા.
પ્રતાપનગર ન્યુ સોસાયટી ખાતે મોટેપાયે આંકડાનો જુગાર રમાઇ રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સૂત્રધાર સુરેન્દ્ર ઉર્ફે રાજુ રામસ્વરૃપ પંડિત (ન્યુ સોસાયટી,પ્રતાપનગરરોડ) ઉપરાંત ઇકબાલ શેખમહંમદ જંબુસરીયા(રેલવે સ્ટેશન સામે,ડભોઇ),મહેશ પરસોત્તમભાઇ વાળંદ (દંતેશ્વર ચીરાયુ નગર),કંચન ધુળાભાઇ વસાવા(શ્રીજી ડાઉનશિપ,ડભોઇ અને શ્રવણ ફુલાભાઇ પાટીલ(સુર્યદર્શન ટાઉનશિપ, માંજલપુર)નો સમાવેશ થાય છે.
આ પૈકી નામચીન સુરેન્દ્ર જુગાર અને મારામારી સહિતના ૪૦ થી વધુ ગુનામાં પકડાયો છે.પોલીસે તેમની પાસેથી રોકડા રૃ.૭૪૪૦,આંકડાની સ્લિપો અને ચાર મોબાઇલ કબજે કર્યા છે.