જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમી પકડાયા
જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કર્યું છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા તિલક ગણેશભાઈ જાટવ, અભયરાજસિંહ ગણેશસિંહ પરિહાર, પવન ભારતસિંહ રાજે, સુનિલ મજબુતસિંહ ધાકડ અને રોમી અત્તરસિંહ રાજે ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪,૧૪૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.