Get The App

ખેડા જિલ્લામાં રૂા. 1.28 લાખની ચાઈનીઝ દોરી સાથે પાંચ ઝડપાયા

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં રૂા. 1.28 લાખની ચાઈનીઝ દોરી સાથે પાંચ ઝડપાયા 1 - image


- સલુણ, ભૂમેલમાં 71 ફિરકી સાથે બેની અટકાયત

- કનીજમાં ગોડાઉનમાંથી ઈકોમાં ભરાતી 384 રીલ સાથે ત્રણ શખ્સો પકડાયા

નડિયાદ : કનીજમાં ૮ કાર્ટુનમાં રૂા. ૧.૧૫ લાખની ચાઈનીઝ દોરીની ૩૮૪ રીલનો જથ્થો ઈકોમાં ભરતા ત્રણ શખ્સોને મહેમદાવાદ પોલીસે ઝડપ્યા હતા. સલુણ તળપદ અને ભૂમેલ ગામમાંથી પણ યુવાનો ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાતા પાંચે શખ્સો વિરૂદ્ધ જે તે પોલીસ મથકે કાર્યવાહી કરાઈ હતી. 

મહેમદાવાદ પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે કનીજ શામળદાસજી ખડકી વ્હોરાના ખાંચમાં રહેતા ત્રણ ઈસમો ગોડાઉનમાંથી ચાઈનીઝ દોરીના કાર્ટૂન ઇકો ગાડીમાં ભરી સગેવગે કરી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા ઈકો ગાડીમાં ચાઈનીઝ દોરીના કાર્ટુન નંગ ૮ રીલ નંગ ૩૮૪ કિંમત રૂ.૧,૧૫,૨૦૦ની મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેય યુવકોની પૂછપરછ કરતા એજાજ અયુબભાઈ વહોરા, પ્રિન્સ અતુલભાઇ પટેલ તેમજ રફીક ગુલામ નબી મલેક ત્રણે રહેવાસી કનીજના હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે તેમની પાસેથી મોબાઈલ, રોકડ ઈકો સહિત કુલ રૂ.૪,૩૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

સલુણ તળપદ જાંબુડીયા તળાવ પાસે રહેતા જયંતી ચીમનભાઈ તળપદાને ખેડા એસઓજીએ રૂા. ૨,૭૦૦ની ચાઈનીઝ દોરીની ૨૯ ફિરકી સાથે તથા વડતાલ પોલીસે ભૂમેલ સેવારિયા તલાવડી વિસ્તારમાંથી રાહુલ ચંદ્રકાંત પરમારને રૂા. ૧૦,૫૦૦ની ૪૨ રીલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News