વડોદરાઃખોડિયાર નગર વિસ્તારના મંદિર પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા
વડોદરાઃ શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે ખોડિયારનગર નજીક આવેલા મહાદેવ મંદિર પાસે જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતીને પગલે ડીસીપી પન્ના મોમાયાએ હરણી પીઆઇ સહિતની ટીમને મોકલતાં પોલીસે પાંચ જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૃ.૧૧,૮૦૦ અને પાંચ મોબાઇલ કબજે કર્યા હતા.
પકડાયેલાઓમાં બ્રજેશસિંહ કૈલાસ સિંહ રાજપૂત,જિતેન્દ્ર અતારસિંગ કુસવાહ, સોમેસ બહાદુરસિંહ રાજપત,અભિષેક ગીતારામ રાજપૂત અને વિકેશ ફેરનસિંહ રાજપૂત (તમામ રહે.સીતારામ નગર,ખોડિયાર નગર પાસે મૂળ મધ્યપ્રદેશ અને રાજસ્થાન)નો સમાવેશ થાય છે.