ટી.બી.હોસ્પીટલના બગીચામાં દારૂની મહેફીલ માણતા પાંચ ઝડપાયા
- પોલીસે સ્થળ પરથી દારૂની ખાલી બોટલ તેમજ ગ્લાસ, પાણીની બોટલ ઝડપી પાડી
સુરેન્દ્રનગર : ટી.બી.હોસ્પીટલના બગીચામાં દારૂની મહેફીલ માણતા પાંચ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની ખાલી બોટલ તેમજ ગ્લાસ, પાણીની બોટલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે દુધરેજ રોડ પર આવેલી ટી.બી.હોસ્પીટલના ગેઈટ પાસે બગીચામાં દારૂની મહેફીલ માણતા હાર્દિકભાઈ તુષારભાઈ શેઠ (રહે.જીનતાન રોડ), ગૌતમભાઈ બુુધાભાઈ ધાંધલપરા, (રહે.ભારતપરા જીનતાન રોડ), સુનીલભાઈ મનોજભાઈ વાઘેલાડી (રહે.ભારતપરા, જીનતાન રોડ), મયુરભાઈ અજીતભાઈ ઠાકોર (રહે.ભારતપરા) અને ઋષીરાજ કિરણભાઈ વાડોદરા (રહે.સોનાપુરી રોડ)ને ખાલી બોટલ, ગ્લાસ, પાણીની બોટલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.