સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી
Fish plates and keys from the UP line track : ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જોકે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઇ મોટો અકસ્માત સર્જાયો નથી. મોટી દુર્ઘટના સર્જાતા પહેલાં ટળી ગઇ છે.
પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવારે તેનો એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.
પીટીઆઇના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ રેલવેના પાટા પર ટેલિફોનના તાર લગાવવામાં ઉપયોગ થનાર એક જૂના છ મીટર લાંબા લોખંડનો થાંભલો મુકી દેધો હતો. જોકે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલક દ્રારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતાં અકસ્માત ટળી ગયો હતો.
રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઇ હતી. રૂદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જીનિયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરૂખાબાદમાં પણ 24 ઓગસ્ટના રોજ આ પ્રકારની ઘટનામાં કાસગંજ-ફરૂખાબાદ રેલવે ટ્રેક પર ભટાસા રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર મોટા લાકડાં મુકી દેવામાં આવ્યા હતા, જેને ટકરાતા એક પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
અવાર-નવાર આવી ઘટનાઓને જોતાં રેલવે સ્ટાફની સાથે જીઆરપી, આરપીફ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.