તા.15થી 17 સપ્ટેમ્બર વચ્ચે નર્મદા ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું, જાણો કેમ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Narmada Dam


Narmada Dam: નર્મદા ડેમ પર ગેટ ફીટ કરાયા બાદ છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર એવું આ વખતે બન્યું છે કે તા.15થી 17 સપ્ટેમ્બર સુધીમાં નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો ન હોય.

પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે લેવાયો નિર્ણય

ગત વર્ષે 2023માં 17 સપ્ટેમ્બરે નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વર્ષ 2017માં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા બાદ વર્ષ 2018થી 2023 સુધી નર્મદા ડેમ 17 સપ્ટેમ્બરના રોજ પૂર્ણતઃ ભરવામાં આવતો હતો કેમ કે આ તારીખ વડાપ્રધાનના જન્મદિનની છે. જેથી દર વર્ષે તા.17મી સપ્ટેમ્બરે ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાંનો કાર્યક્રમ સરકાર દ્વારા યોજાતો રહ્યો છે, પરંતુ આ વખતે આવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતાં ફરી વખત પાંચ દરવાજા 1.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે.

આ પણ વાંચો: ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું

નર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા છેલ્લા 1 મહિનાથી રોજ 3 લાખ ક્યુસેક પાણી છોડાય છે

ડેમની જળ સપાટી આજની તારીખે 137.25 મીટરે પહોંચી છે. ડેમના ગેટમાંથી નદીમાં 60,000 ક્યુસેક અને પાવર હાઉસમાંથી 41,707 ક્યુસેક મળી નદીમાં કુલ 1,01,707 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ગત વર્ષે 2023માં 17 સપ્ટેમ્બરે નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રથમ એવું વર્ષ હશે કે ડેમ પર દરવાજા લાગ્યા બાદ તા.15થી 17 સપ્ટેમ્બર ડેમ સંપૂર્ણતઃ ભરાયો નથી. જો કે હજુ પણ ડેમમાં સપાટી તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 1.43 મીટર દૂર છે. આ વર્ષે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સમય સૂચકતા વાપરીને નર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા છેલ્લા 1 મહિનાથી નદીમાં રોજનું સરેરાશ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમના પાવર હાઉસ પણ ચાલુ છે. જેનાથી વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે.

તા.15થી 17 સપ્ટેમ્બર વચ્ચે નર્મદા ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું, જાણો કેમ 2 - image


Google NewsGoogle News