પહેલા મને પછી કાકાને ચપ્પુ માર્યું, ગ્રીષ્મા દોડી આવતા તેના ગળે ચપ્પુ ફેરવી દીધું
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં નજરે જોનાર વધુ એક સાક્ષી એવા અને ફરિયાદી ગ્રીષ્માના ભાઇ ધુ્રવની જુબાની પુર્ણ
સુરત
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં નજરે જોનાર વધુ એક સાક્ષી એવા અને ફરિયાદી ગ્રીષ્માના ભાઇ ધુ્રવની જુબાની પુર્ણ
ગ્રીષ્મા
વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ ગોયાણી વિરુધ્ધ ચાલતી સ્પીડી
ટ્રાયલમાં આજે ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ તથા નજરે જોનાર વધુ એક મહીલા
સાક્ષીની સરતપાસ તથા ઉલટ તપાસ આજે પુરી થતાં મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ
કે.વ્યાસે વધુ સુનાવણી તામી માર્ચના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
આજે કેસમાં ભોગ બનનાર ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ફરિયાદી ભાઈ ધુ્રવ વેકરીયાની જુબાની લેવામાં આવી હતી.ફરિયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ ઘટનામાં સૌ પ્રથમ આરોપી ફેનીલ ગોયાણીએ ફરિયાદીને ચપ્પુ મારી ઈજાગ્રસ્ત કર્યો હોવા સંબંધી સરતપાસ હાથ ધરી હતી. તેમાં ફરિયાદી સાક્ષી ધુ્રવ વેકરીયાએ સમર્થનકારી જુબાની આપતા જણાવ્યું હતું કે, ફેનીલે મને ચપ્પુ મારીને બાદમા ંકાકા સુભાષભાઇ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ત્યારે ગ્રીષ્મા દોડી આવીને વચ્ચે પડતા તેના ગળે ચપ્પુ ધરી દીધું હતું. અમે લોકો પાછળ દોડીને બચાવવા ગયા પણ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ હુલાવી દીધું હતુ.
ત્યારબાદ આરોપીના બચાવપક્ષે ઉલટતપાસ હાથ ધરાઇ હતી.જે પુરી થતાં આ કેસમાં સરકારપક્ષે વધુ એક નજરે જોનાર મહીલા સાક્ષી સોનલબેનની જુબાની લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે બંને સાક્ષીઓની સરતપાસ તથા ઉલટ તપાસ પુરી થતાં કોર્ટે વધુ સુનાવણી મુલત્વી રાખી છે. આવતીકાલે સંભવતઃ વધુ ચાર સાક્ષીઓની જુબાની લેવાશે.જેમાં આ ઘટનામાં ઈજાગ્રસ્ત ફરિયાદીના કાકા સુભાષભાઈ, નજરે જોનાર વધુ એક મહીલા સાક્ષી તથા સમગ્ર ઘટનાનો વીડીયો ઉતારનાર સાક્ષીનો સમાવેશ કરવામાં આવ્યો છે.