મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સોઃ બ્રેઇન ડેડ તરૂણે 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સોઃ બ્રેઇન ડેડ તરૂણે 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું 1 - image


મોરબીથી ગ્રીન કોરિડોર મારફતે અંગો અમદાવાદ પહોચાડાયા : કચ્છના જીકડી ગામના તરૂણને મગજની બીમારીના પગલે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બ્રેઇન ડેડ થતા પરિવાર દ્વારા સંવેદના દર્શાવી અંગદાન

મોરબી, : અંગદાન અંગે હવે સમાજમાં જાગૃતતા જોવા મળે છે. પોતાના વ્હાલસોયાના અવસાન બાદ પણ તેને જીવિત રાખવા હોય તો તેના અંગોના દાન કરીને તેને જીવંત રાખી સકાય છે. સાથે જ પોતાના સ્વજનનું મૃત્યુ થયા બાદ તેના અંગના દાન થકી અન્યને નવજીવન આપી શકાય છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં ૧૫ વર્ષના બ્રેન ડેડ બાળકના ૫ અંગોનું દાન કરવામાં આવ્યું હતું જેથી ૫ લોકોને નવજીવન મળી રહેશે કચ્છના જીકડીના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) નામના ૧૫ વર્ષના બાળકનું બ્રેન ડેડ થતા ૫ અંગોનું મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અંગદાન કરાયું હતું.

કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈના વ્હાલસોયા પુત્ર શિવમને 8 દિવસ પૂર્વે મગજની બીમારીને પગલે મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોની ટીમ દ્વારા અદ્યતન સાધનોની મદદથી દર્દીને તમામ સારવાર આપવામાં આવી હતી. જોકે બાળકનું આયુષ્ય પૂર્ણ થયું હોય. જેથી તેને બચાવી શકાયો ના હતો અને ન્યુરો સર્જન ડો. મિલન મકવાણાએ બાળકને બ્રેનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ તબીબોએ અંગોનું દાન કરવા માટે પરિવારને જરૂરી માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા. વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરવાથી કેટલા લોકોને નવજીવન મળી રહેશે. તેની માહિતી આપી હતી.

જેથી આહીર પરિવારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાના પુત્ર શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી. પિતા રમેશભાઈ ગોપાલભાઈ ખાસા, માતા કંકુબેન રમેશભાઈ ખાસા સહિત પરિવારના સભ્યોએ શિવમના અંગદાન માટે સહમતી આપી હતી.

ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખુબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધામક બંધનોમાં રહીને વ્યક્તિ ના અંગદાન ની કોઈ પહેલ કરતું નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોર વાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે.   મોરબી જિલ્લાની આયુષ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું છે, આજરોજ મોરબી જિલ્લામાંથી આયુષ હોસ્પિટલમાં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈનું બંને કિડની અને ફેફસાં તથા લીવરનું દાન અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે.  દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના થી પીઆઇ વી.એમ. લગારિયાની ટીમ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોચાડવામાં આવેલ છે. આ તમામ પ્રક્રિયામાં આયુષ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો.


Google NewsGoogle News