Get The App

રાધનપુરમાં નિવૃત જેલરના ઘર પર કર્યું ફાયરિંગ, ગાડીઓના કાચ તોડી મચાવ્યો આતંક

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
રાધનપુરમાં નિવૃત જેલરના ઘર પર કર્યું ફાયરિંગ, ગાડીઓના કાચ તોડી મચાવ્યો આતંક 1 - image


Patan Firinng Case: પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે મોડી રાત્રે રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત જેલરના ઘરે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ગત બે દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના રાધનપુર શહેરમાં છોકરાઓની માથાકૂટની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત જેલર કરશન રબારીના ઘર પર સોમવારે રાત્રે ફાયરિંગ કરી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત નિવૃત જેલરના ઘરની બારીઓના કાચ ફોડી નાખી જાનથી મારી ધમકી પણ આપી હતી. 

અચાનક મોડી રાત્રે પાંચ-છ લોકોનું ટોળું આવી ચઢ્યું હતું અને કરશનભાઇના ઘરની જાળી તોડીને ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને 2 કારના કાચ પણ તોડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પાટણમાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી

પાટણ શહેરના ગંજ શહીદ પીરની દરગાહ પાસે અગાઉ ફરિયાદીના ભાઈ સાથે થયેલા ઝઘડા બાબતની અદાવત રાખીને ફરિયાદીને બે લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. તેમજ અપશબ્દો બોલી એક રાઉન્ડ ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે એક સામે નામજોગ અને અન્ય એક અજાણ્યા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News