સુરત: 25 મિનિટ સુધી બાળકો સહિત 16 લોકો લિફ્ટમાં ફસાયા, આ કારણે લિફ્ટ અટકી ગઈ હતી
Surat Adajan 16 People Trapped In Lift : સુરતમાં છ બાળકો, પાંચ મહિલા સહિત કુલ 16 લોકો અચાનક લિફ્ટમાં ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. ગઈ કાલે રવિવારે શહેરના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 16 લોકો લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે પહેલા માળે પહોંચી અચાનક લિફ્ટ અટકી ગઈ હતી. જેના કારણે લિફ્ટમાં સવાર લોકોએ બુમાબુમ કરી મુકી હતી.
ફાયર વિભાગે કરી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી, ફાયરની ટીમે તમામ 16 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાં 25 મિનિટ સુધી બાળકો સાથે લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર નીકાળી રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : 'ભાદરવા મહિનામાં ગાયો માંદી પડે છે' રાજકોટની પાંજરાપોળમાં 756 પશુના મોત મુદ્દે RMCનો લૂલો બચાવ
કેમ લિફ્ટ અટકી ગઈ?
દાવો કરાઈ રહ્યો છે કે, લિફ્ટની ક્ષમતા 10 લોકોના વહનની હતી. પરંતુ તેમાં 16 લોકો સવાર હોવાથી લિફ્ટ અટકી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તમામ લોકોને બહાર કાઢતા તેમના ચહેરા પર રાહત અને ખૂશી જોવા મળી હતી. લોકોએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.