નવરાત્રીમાં વડોદરાના આયોજકોને મેદાન-પંડાલોમાં ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા વિવિધ સૂચનો કરાયા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
નવરાત્રીમાં વડોદરાના આયોજકોને મેદાન-પંડાલોમાં ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા વિવિધ સૂચનો કરાયા 1 - image


Vadodara Navratri Guidelines : નવરાત્રીના નવલા નોરતાનો આન બાન શાનથી આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ નાના-મોટા ગરબા આયોજકો દ્વારા કરાયેલા આયોજનમાં ખેલૈયાઓ સહિત જાહેર સલામતી માટે ફાયર સેફ્ટી અંગે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

જે મુજબ મંડપ-પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ હોસ્પિટલ જવલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર બનાવવા સહિત ફાયરના વાહનો આવી શકે તે મુજબ ખુલ્લા રાખવા સહિત કોઈપણ પ્રકારની ભઠ્ઠી ઈલેક્ટ્રીક સબ સ્ટેશન ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રીકેશન કે રેલ્વે લાઈનથી દૂર ભંડારો બનાવવા બેસ્ટ સ્ટ્રક્ચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર રાખવું નહીં. આ ઉપરાંત સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાની અને સ્ટેજની નજીક નીચેના ભાગે આગ લાગે તેવા કોઈપણ પ્રકારના પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરવો નહીં. આવી જ રીતે પંડાલમાં ફિક્સ પાર્ટીશન ક્યાંય કરવું નહીં, ઇમર્જન્સીના સમયે વ્યક્તિઓ એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબના રસ્તા ખુલ્લા રાખવા.

આ ઉપરાંત પંડાલમાં દૈનિક કેટલા લોકો દર્શકો પ્રવેશી શકે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે. ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવા જે વિરુદ્ધ દિશામાં જરૂરી છે. સ્ટ્રક્ચરની અંદર બહારનો સ્મોકિંગ ઝોન એક્ઝિટ ઈમરજન્સી એક્ઝિટ જેવા સાઈન બોર્ડ લગાવવા જરૂરી છે. તમે જુઓ રકમ કોઈ પણ પંડાલ કેસ ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવવામાં પડદા અને કાર્પેટ ફાયર પેન્ટ કરાવવા અને અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવા જરૂરી છે. આવી જ રીતે પંડાલમાં કરાયેલું વાયરીંગ પીવીસી આવરણ વાળા કરેલા હોવા જોઈએ. ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવા સહિત ઇલેક્ટ્રીક લાઇટિંગ બલ્બ કે ટ્યુબલાઈટ જેના પાર્ટ્સ મંડપના કોઈપણ ભાગ કે સુશોભન અથવા સળગી ઊઠે તેવી જવલનશીલ સામગ્રીથી દૂર રાખવા. ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા રાખવાની રહેશે. મંડપ કે પંડાળોમાં માતાજીની મૂર્તિ પાસે રખાતા દીવાની છે રેતી અચૂક રાખવી અને એકાદ સ્વયંસેવકને રાખવો જરૂરી છે. પંડાલમાં આગમાં સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયામાં વેર મીટર કરતા વધુ રાખવો તથા પાણી ભરેલા ડ્રમ બકેટમાં શું વ્યવસ્થિત રીતે ઝડપથી ઉપયોગ થઈ શકે તેવી રીતે ગોઠવવા.

આ ઉપરાંત પ્રત્યેક 100 ચોમી વિસ્તારનોને મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન બે ફાયર અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા રેતી ભરેલી બે બેગ પણ રાખવી જરૂરી છે. આગ કે અકસ્માતના કેસમાં તાકીદે વિભાગનો સંપર્ક કરવો અને આયોજકોએ ફાયર વિભાગ દ્વારા વખતે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ફાયર) દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News