પંચમહાલ નજીક ગાડીમાં આગ લાગતા રસ્તા વચ્ચે ભડભડ ભડકે બળી, ડ્રાઈવરનો આબાદ બચાવ
Fire Incident in Panchmahal : પંચમહાલના શહેરા તાલુકાના તાડવા પાટીયા નજીક એક તુફાન ગાડીમાં આગ લાગવાની ઘટના સર્જાય હતી. રસ્તા વચ્ચે તુફાન ગાડીના એન્જિનમાં ઓચિંતી આગ લાગતાની સાથે અમુક જ સમયમાં આખી ગાડી ભડકે બળી હતી. ગાડીમાં આગ લાગવાની ઘટનામાં ડ્રાઈવરનો બચાવ થયો હતો. જ્યારે કયા કારણોસર ગાડીમાં આગ લાગી હતી તેનું રહસ્ય અકબંધ છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે રસ્તા પર એક તુફાન ગાડીમાં ઓચિંતી લાગી આગ હતી. ગાડીના આગળના એન્જિનના ભાગે આગ લાગી હોવાથી ગાડીને મોટું નુકસાન થયું હતું.