સુરત આગ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ: જીમમાં ચાલતા સ્પા-સલૂન ગેરકાયદે, માલિકની અટકાયત
Fire Incident in Surat: સુરતમાં બુધવારે (છઠ્ઠી નવેમ્બર) રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યા સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગી હતી. જેમાં બે મહિલાના મોત નિપજ્યાં હતા. હવે આ મામલે પોલીસે સ્પાના માલિક અરમાનની અટકાયત કરાઈ છે. બજી તરફ જીમની અંદર ગેરકાયદે સ્પા એન્ડ સલૂન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
બંને મૃતક યુવતી સિક્કિમની હતી
સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હતી. બીનું હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું ધુમાડામાં ગૂંગળામણ થવાથી મોત થયું છે.
આ પણ વાંચો: વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે! 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?
શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.આ આગ લાગી ત્યારે ચાર મહિલા સહિત એક વોચમેન એમ સ્ટાફના 5 લોકો હાજર હતા. અચાનક ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને એક વોચમેન બહાર ભાગ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમમાં ઘુસી ગઈ હતી. જોકે આગ એટલી વિકારળ હતી કે તેનો ધુમાડાના કારણે સ્પામાં કામ કરતી બે મહિલાના ગૂંગળામણના કારણે મોત થયા છે. તેના શરીર પર દાઝ્યાના કોઈ નિશાન નથી.
બિલ્ડિંગમાં ફાયરની સુવિધા છે પણ કાર્યરત નથી
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં ફાયરની સુવિધા તો છે, પરંતુ તે કાર્યરત નથી એટલે ફાયર વિભાગે નોટિસ પણ આપી હતી. બીજી તરફ બિલ્ડિંગમાં ચાલી રહેલા જીમમાં આવવાનો અને જવાનો માત્ર એક જ રસ્તો છે. ઈમરજન્સી એકઝીટની સુવિધા પણ નથી. ઘટના બનતાની સાથે જ મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને જોઈને જીમ અને સલૂન અંગે તપાસના આદેશ આપ્યા હતા. બિલ્ડિંગની બીયુસી અને ફાવર એનઓસીની તપાસના પણ આદેશ અપાયા છે.